સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકહેરથી ૧૪૯ ગામોમાં અંધારપટ્ટ જોવા મળ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકહેરથી પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે.


સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકહેરથી ૧૪૯ ગામોમાં અંધારપટ્ટ જોવા મળ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘકહેરથી પીજીવીસીએલને ભારે નુકસાન પહોંચ્યું છે. કુલ ૧૪૯ જેટલા ગામોમાં અંધારપટ સર્જાયો હતો ઉપરાંત ૧૧૩૧ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે અને ૪૭૪ જેટલા ફીડરો બંધ થઈ ગયા હતા. વધુમાં જામનગરનાં ૮૨ તથા પોરબંદરનાં ૮ ગામોમાં મળી કુલ ૯૦ ગામોમાં પાણી ભરાવાનાં કારણે રીપેરીંગની કામગીરી અટકી પડી હતી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘકહેર વર્તાય રહ્યો છે જેના કારણે વીજ પુરવઠાને ભારે અસર પહોંચી છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ કુલ ૧૪૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો જેમાં પોરબંદરનાં ૮, જુનાગઢનાં ૧૧૦ અને ભુજનાં ૩૧ ગામોનો સમાવેશ થાય છે. વધુમાં પોરબંદરનાં ૮ ગામ તથા જામનગરનાં ૮૨ ગામ મળી કુલ ૯૦ ગામોમાં તો પાણી ભરાવાનાં કારણે રીપેરીંગની કામગીરી ટલ્લે ચડી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં ૯ વીજપોલ, રાજકોટ રૂરલમાં ૧૦૫, મોરબીમાં ૪૦, પોરબંદરમાં ૧૫૦, જુનાગઢમાં ૭૯, જામનગરમાં ૫૮૯, ભુજમાં ૫૫, અંજારમાં ૫૫ અને સુરેન્દ્રનગરમાં ૬ મળીને કુલ ૧૧૩૧ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. આ સાથે રાજકોટ રૂરલનાં ૫ ટીસી, મોરબીનાં ૨, પોરબંદરનાં ૧૨, જુનાગઢનાં ૬, જામનગરનાં ૧૨ અને બોટાદનાં ૧ અને સુરેન્દ્રનગરનાં ૨ મળી કુલ ૪૦ ટીસી ખોટવાઈ ગયા છે.વધુમાં જામનગરનાં ૨૬ જયોતીગ્રામ ફીડર, પોરબંદરનો ૧ અને ભુજનાં ૨ મળી કુલ ૨૯ જયોતીગ્રામ ફીડર બંધ થયા છે. જયારે એગ્રીકલ્ચર ફીડરમાં રાજકોટનાં ૨૨, મોરબીનાં ૨૯, પોરબંદરનાં ૩૭, જુનાગઢનાં ૪, જામનગરનાં ૧૭૧, ભુજનાં ૧૧૪, અંજારનાં ૬૭ મળી કુલ ૪૪૪ એગ્રીકલ્ચર ફીડરો બંધ થઈ ગયા છે અને જામનગરમાં એક અર્બન ફિડર બંધ થયું છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ૪૭૪ જેટલા ફીડરો બંધ થઈ ગયા હતા.

મકાનમાલિકને આવ્યું 9.40 લાખનું બિલ, ACમાં પણ છૂટી ગયો પસીનો

વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ બિલ સોંપી દેવામાં આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. 


PGVCL 9.40 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. ચંદુભાઈએ કહ્યું કે, આ બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે.

હાલ લોકડાઉનના સમયમાં વીજ કંપનીઓની પોલંપોલ સામે આવી છે. અને વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ બિલ સોંપી દેવામાં આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં PGVCL કંપનીએ એક મકાનમાલિકને 9.40 લાખનું બિલ પકડાવી દીધું હતું. જેને કારણે મકાનમાલિકને એસી રૂમમાં પણ પસીનો છૂટી ગયો હતો. જો કે, આ મામલે ફરિયાદ બાદ કંપનીએ બિલમાં ફેરફાર કર્યો હતો.

રાજકોટમાં દલાલીનું કામ કરતાં ચંદુભાઈ વાઘેલા 2 રૂમ-રસોડું ધરાવતા મકાનમાં રહે છે. સામાન્ય દિવસમાં તેમનાં ઘરનું લાઈટ બિલ 2 હજારથી 2500 આવતું હતું. પણ આ વખતે PGVCLએ તેમને 9.40 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. ચંદુભાઈએ કહ્યું કે, આ બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે.

અમારા આખા બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે. તો આ મામલે ચંદુભાઈની પત્નીએ કહ્યું કે, અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પુરતો જ કરીએ છીએ. ઘરમાં અમે પંખા પણ જરૂર પુરતા ચાલુ કરીએ છીએ.

જો કે, આ સમગ્ર મામલે ફરિયાદ થતાં અને વિવાદ થતાં PGVCLએ તાત્કાલીક બિલમાં સુધારી 7743 રૂપિયાનું બિલ કર્યું છે. પણ PGVCLની ગંભીર ભૂલ છે. અન્ય લોકોનાં બિલમાં પણ ગોટાળા નહીં થયા હોય તેની ગેરંટી કંપની થોડી આપી શકશે. આમ લોકડાઉનના સમયમાં પણ કંપનીએ મનફાવે તેવાં બિલ આપતાં લોકોમાં રોષ ફેલાયો છે.

ભુજોડી પુલનું પેટા કામ રાખનાર ઠેકેદાર પર થયો હુમલો

ભુજોડી પુલનું પેટા કામ રાખનાર ઠેકેદાર પર થયેલા હુમલામાં ફરિયાદ

બનેલા બનાવમાં સુપરવાઈઝર સામે ગુનો

ભુજ : ભુજોડી ઓવરબ્રીજનું કામ રાખનાર પેટા કોન્ટ્રાકટર પર હુમલો કરનાર સુપરવાઈઝર સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભુજોડી પુલનું કામ મુંબઈના અંધેરીની વાલેચા એન્જિનીયરીંગ લિમિટેડ કંપનીએ રાખ્યું છે, તેની પાસેથી પેટામાં કામ રાખનાર આદિપુરના નિશાંત કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દિનેશ મોહનલાલ સોની (ઉ.વ.પ૦) એ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશભાઈ અને તેનો ડ્રાઈવર ગત તા.૧૧મી જુને કચેરીએ જતા હતા. ત્યારે વાલેચા એન્જિનીયરીંગ કંપનીના સાઈટ સુપરવાઈઝર ચંદ્રશેખરનું ઘર રસ્તામાં આવતું હોવાથી તેઓ બાકી નીકળતા પેમેન્ટ અને સાઈટ પર પડેલી સામગ્રીની ચર્ચા માટે ગયા હતા.

મોટી કામગીરી વચ્ચે બનેલી હુમલાની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી ગઈ છે.

ત્યારે હુમલાની ઘટના બની હતી. અટકી પડેલી બ્રીજની કામગીરી અને પેટા કંપનીની અટકી પડેલી મોટી કામગીરી વચ્ચે બનેલી હુમલાની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી ગઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાલેચા કંપની પાસેથી ઠેકેદારની કંપનીને રૂા.૭ કરોડ લેવાના નીકળે છે અને વાલેચા કંપનીએ ફરિયાદીની કંપનીને ટર્મિનેટ કરી નાખી છે. ત્યારે બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

लाल चूड़ा पहने बिस्तर पर पड़ी थी लाश

हाथों की मेहंदी छूटने से पहले दुल्हन को उतारा मौत के घाट, लाल चूड़ा पहने बिस्तर पर पड़ी थी लाश


नवविवाहिता का संदिग्ध परिस्थितियों में पंखे से लटकता शव मिला। 

पठानकोट/ ओल्ड शाहपुर रोड पर उस समय सनसनी फैल गई जब नवविवाहिता का संदिग्ध परिस्थितियों में पंखे से लटकता शव मिला। बताया जा रहा है कि महिला गर्भवती थी और शुरूआती जांच में सामने आया कि उसने अपनी चुनरी के साथ ही जीवन लीला समाप्त की है लेकिन कुछ ही देर बाद जब मृतक महिला के परिजन पहुंचे तो उन्होंने ससुराल पक्ष पर आरोप लगाया कि उन्होंने बेटी को मारकर कमरे में लेटा दिया।

बेटी को दहेज को लेकर तंग करना शुरू कर दिया गया।

मृतका के पिता अजीत सभ्रवाल, माता नीलम व भाई अभिषेक ने पुलिस को दिए बयानों में बताया कि उनकी बेटी की शादी कुछ माह पूर्व विशाल महाजन जो कि पेशे से एक बैंक में कार्य करता था, के साथ हुई थी लेकिन थोड़े ही समय बाद उनकी बेटी को दहेज को लेकर तंग करना शुरू कर दिया गया।

मोबाइल रीचार्ज करने के लिए अपने पति को कहा

गत दिवस भी लड़की के मोबाइल का रीचार्ज खत्म था और उसने जब जैसे ही मोबाइल रीचार्ज करने के लिए अपने पति को कहा तो उसने इस बात पर झगड़ा कर दिया और कहा कि वह अपने परिजनों से ही रीचार्ज करवाए जिनके साथ वह बात करती है।

सुबह वह बेटी के घर पहुंचे तो अपनी बेटी को फंदे के साथ लटका देख उनकी आखें फटी की फटी रह गई।

उन्होंने बताया कि गत रात्रि भी उनकी बेटी ने उन्हें फोन पर जानकारी दी कि उसके साथ मारपीट की गई है। उन्होंने बताया कि उन्होंने थोड़ी देर पश्चात अपनी बेटी को फोन किया जिसपर उनकी बेटी ने कहा कि आप अब सुबह ही आना लेकिन जैसे ही आज सुबह वह बेटी के घर पहुंचे तो अपनी बेटी को फंदे के साथ लटका देख उनकी आखें फटी की फटी रह गई। वहीं ए.एस.आई. बलविन्द्र सिंह ने बताया कि मृतका के परिजनों के बयानों के आधार पर उसके पति विशाल महाजन, सास आशा व ननद रेखा के खिलाफ मामला दर्ज कर लिया गया है।


લોકોના આક્રોશના કારણે ગામના ઘરે ઘર વહેચાયા 10 ફૂટ મગર ના ટુકડા

10 ફૂટ લાંબા મગરને મારીને ખાઈ ગયા ગામ લોકો, આખા ગામમાં વહેચાયા મગરના ટૂકડા

મગરને પકડતા લોકો અહીંથી અટક્યા નહીં. તેઓએ પહેલા મગરના પંજા કાપ્યા અને પછી તેના ઘણા નાના ટુકડા કાપીને ગામલોકોને વહેંચ્યા હતાં.

ઓડિશાના એક ગામમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં મલકાનગરી જિલ્લાના કાલડાપલ્લી ગામે લોકોએ મગરને પકડ્યો જ નહીં, પરંતુ તેની હત્યા કરી ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વહીવટ અને વન વિભાગમાં હંગામો મચી ગયો હતો. હવે વન વિભાગના અધિકારીઓ મગરને મારનારા લોકોની શોધ કરી રહ્યા છે.

નદીમાંથી પકડી ગામમાં લઈ આવ્યા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કાલડાપલ્લી ગામના પોડિયા બ્લોક પાસે સાબેરી નદી છે. અહીં કેટલાક ગ્રામજનોએ 10 ફૂટ લાંબો મગર પકડી તેને દોરડાથી બાંધી ગામની અંદર લાવ્યા હતાં. આ પછી લોકોએ મગરને તીક્ષ્‍ણ હથિયારોથી મારી નાખ્યો અને તેને ઝાડની નીચે લટકાવી દીધો.
મગરને પકડતા લોકો અહીંથી અટક્યા નહીં. તેઓએ પહેલા મગરના પંજા કાપ્યા અને પછી તેના ઘણા નાના ટુકડા કાપીને ગામલોકોને વહેંચ્યા હતાં.

ગામમાં વારંવાર પ્રવેશી જતાં ઘેટા બકરા ખાઈ જતા ગામ લોકો ચિડાયા

શિકારીઓએ મગરને મારી નાખ્યો હતો કારણ કે તે ગામમાં વારંવાર પ્રવેશ કરતો હતો અને તેમની ગાય અને બકરીઓને ખાઈ જતો હતો. એટલું જ નહીં, ઘણી વખત મગરોએ ગામ લોકો પર હુમલો પણ કર્યો હતો. મલકનગિરી જિલ્લા વન અધિકારી પ્રદીપ દેબીદાસે જણાવ્યું હતું કે જ્યારે કેટલાક ગ્રામજનોને મગરના શિકાર અને તેને ખાવાના સમાચાર મળ્યા ત્યારે અમે રેન્જર સ્ટાફને કાલડાપલ્લી ગામે મોકલ્યા હતા. પરંતુ તેઓને મગરના શરીરનો એક પણ ભાગ મળ્યો નહોતો. અમે એવા લોકોની શોધમાં છીએ, જેઓ ત્રણ ટીમો બનાવીને મગરનો શિકાર કરે છે. ટૂંક સમયમાં અમે તેમને પકડી પાડીશું.

વન વિભાગે આરોપીની શોધમાં

વન વિભાગ કોઈની ધરપકડ કરી શક્યું નથી. હાલ ફોટાના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. મહેરબાની કરીને કહો કે મલકંગિરી નક્સલ પ્રભાવિત આદિવાસી વિસ્તારોમાં આવે છે. આ પહેલા પણ અહીં આવી ઘટના પ્રકાશમાં આવી છે.

તારાપુર / પતિને બદનામ કરવા સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર પત્ની વિરૂદ્ઘ ફરિયાદ

તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે




તારાપુર ખાતે રહેતા એક પતિદેવને બદનામ કરવા માટે રીસાઈને પીયરમાં રહેતી પત્ની દ્વારા વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કરતાં આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

નડીયાદ / સગીરાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે



નડિયાદ તાલુકાના માંગરોલી ગામના એક ઇસમે સગીર વયની યુવતી સાથે જાતીય સબંધ બાંધવા સારૂ તેની બદનામી કરતા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. સમગ્ર ઘટના સગીરાના પરિવારને જાણ થતા તેઓએ ચકલાસી પોલીસ મથકે ફરીયાદ નોધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે