ભુજોડી પુલનું પેટા કામ રાખનાર ઠેકેદાર પર થયો હુમલો

ભુજોડી પુલનું પેટા કામ રાખનાર ઠેકેદાર પર થયેલા હુમલામાં ફરિયાદ

બનેલા બનાવમાં સુપરવાઈઝર સામે ગુનો

ભુજ : ભુજોડી ઓવરબ્રીજનું કામ રાખનાર પેટા કોન્ટ્રાકટર પર હુમલો કરનાર સુપરવાઈઝર સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભુજોડી પુલનું કામ મુંબઈના અંધેરીની વાલેચા એન્જિનીયરીંગ લિમિટેડ કંપનીએ રાખ્યું છે, તેની પાસેથી પેટામાં કામ રાખનાર આદિપુરના નિશાંત કન્સ્ટ્રકશન કંપનીના સંચાલક દિનેશ મોહનલાલ સોની (ઉ.વ.પ૦) એ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી દિનેશભાઈ અને તેનો ડ્રાઈવર ગત તા.૧૧મી જુને કચેરીએ જતા હતા. ત્યારે વાલેચા એન્જિનીયરીંગ કંપનીના સાઈટ સુપરવાઈઝર ચંદ્રશેખરનું ઘર રસ્તામાં આવતું હોવાથી તેઓ બાકી નીકળતા પેમેન્ટ અને સાઈટ પર પડેલી સામગ્રીની ચર્ચા માટે ગયા હતા.

મોટી કામગીરી વચ્ચે બનેલી હુમલાની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી ગઈ છે.

ત્યારે હુમલાની ઘટના બની હતી. અટકી પડેલી બ્રીજની કામગીરી અને પેટા કંપનીની અટકી પડેલી મોટી કામગીરી વચ્ચે બનેલી હુમલાની ઘટના અંગે નોંધાયેલી ફરિયાદથી ચકચાર મચી ગઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાલેચા કંપની પાસેથી ઠેકેદારની કંપનીને રૂા.૭ કરોડ લેવાના નીકળે છે અને વાલેચા કંપનીએ ફરિયાદીની કંપનીને ટર્મિનેટ કરી નાખી છે. ત્યારે બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.