મકાનમાલિકને આવ્યું 9.40 લાખનું બિલ, ACમાં પણ છૂટી ગયો પસીનો

વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ બિલ સોંપી દેવામાં આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. 


PGVCL 9.40 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. ચંદુભાઈએ કહ્યું કે, આ બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે.

હાલ લોકડાઉનના સમયમાં વીજ કંપનીઓની પોલંપોલ સામે આવી છે. અને વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ બિલ સોંપી દેવામાં આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં PGVCL કંપનીએ એક મકાનમાલિકને 9.40 લાખનું બિલ પકડાવી દીધું હતું. જેને કારણે મકાનમાલિકને એસી રૂમમાં પણ પસીનો છૂટી ગયો હતો. જો કે, આ મામલે ફરિયાદ બાદ કંપનીએ બિલમાં ફેરફાર કર્યો હતો.

રાજકોટમાં દલાલીનું કામ કરતાં ચંદુભાઈ વાઘેલા 2 રૂમ-રસોડું ધરાવતા મકાનમાં રહે છે. સામાન્ય દિવસમાં તેમનાં ઘરનું લાઈટ બિલ 2 હજારથી 2500 આવતું હતું. પણ આ વખતે PGVCLએ તેમને 9.40 લાખ રૂપિયાનું બિલ આપ્યું હતું. ચંદુભાઈએ કહ્યું કે, આ બિલ જોઈને તો પરેસેવો છુટી ગયો છે.

અમારા આખા બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે. તો આ મામલે ચંદુભાઈની પત્નીએ કહ્યું કે, અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પુરતો જ કરીએ છીએ. ઘરમાં અમે પંખા પણ જરૂર પુરતા ચાલુ કરીએ છીએ.

જો કે, આ સમગ્ર મામલે ફરિયાદ થતાં અને વિવાદ થતાં PGVCLએ તાત્કાલીક બિલમાં સુધારી 7743 રૂપિયાનું બિલ કર્યું છે. પણ PGVCLની ગંભીર ભૂલ છે. અન્ય લોકોનાં બિલમાં પણ ગોટાળા નહીં થયા હોય તેની ગેરંટી કંપની થોડી આપી શકશે. આમ લોકડાઉનના સમયમાં પણ કંપનીએ મનફાવે તેવાં બિલ આપતાં લોકોમાં રોષ ફેલાયો છે.